RJ Dhvanit Best RJ in Gujarat Radio Mirchi

Dhun of the day.. Yeh Honsla... ‘ડોર’નું આ ગીત ગમે છે? જ્યારે આપણે કોઈનું શોષણ કરીએ તો negative vibe જન્મે. જ્યારે આપણે કોઈને પોષણ કરીએ તો positive vibe પેદા થાય. આ ધુન એમના માટે જે થાકી ગયા છે.. એમના સંતાપને શાતા મળે... - ધ્વનિત. . . #dhunoftheday #dormovie #yehonsla #rjdhvanit #motivationalvideos #amdavad

ધુન ઓફ ધ ડે : Ruk Jaana Nahi Tu Kabhi.. . . આ મારા વિરોધીઓને સપ્રેમ.. દરેક વિરોધીએ સાંભળવું. દરેક ફેસબુકીયા કૂવામાંના દેડકાએ સાંભળવું. દરેક એ વ્યક્તિએ સાંભળવું જેને સાંભળવાની ટેવ નથી. This one is for the silent and dedicated. For the honest and committed. આ વાત એમના માટે જે ચૂપચાપ પોતાનું કામ કરે જ જાય છે. આ ગીત માત્ર મૌનથી જવાબ આપનારા માટે.. વૈન્ટીલેટરથી કોઈને સાજા કરીને પાછા મોકલવામાં સહાય કરનાર દરેક વોરિયર માટે. અને એટલે જ આ દરેક ડોકટરે/ મેડિકલ ફિલ્ડની વ્યક્તિએ સાંભળવું. હારશો નહીં. અમે છીએ તમારી સાથે. તમારો, ધ્વનિત. Ps : Let’s motivate all those who you know are contributing in some way or other. . . #dhunoftheday #RjDhvanit #salutetowarriors #servinghumanity #mirchigujarati #kishorekumar #bollywood #amdavad

જિંદગીને છલોછલ જીવવા માટે શું કરવું? જિંદગીને છલોછલ જીવવા માટે, મશીન બનતા અટકી જવું. જાતને મશીન બનતા રોકી દેવી. ‘ભાગ મિલખા ભાગ’ તો જોઇ જ હશે. મિલખા સિંઘે કેટલો સંઘર્ષ, કેટલી મહેનત કરેલી એ પણ જોયું હશે. મિલખા તો પ્રતિક છે. આપણું જગત, અસંખ્ય એવાં શૂરવીરોથી ભરચક છે, જેમણે જાતને જીતી હોય, ડરને નાથ્યો હોય, ઝઝૂમ્યાં હોય. જિંદગીને એટલી ભારે કયારેય બનાવી ના દેવી કે ઢસેડવી પડે, ખેંચવી પડે. જિંદગીનો એક જ પરપઝ છે, જાતને ઉંચકવી, પરિસ્થિતિથી ઉપર ઉઠવું, સંજોગોથી પર જઈને જિંદગીને માણવી. હું જાણું છું, કહેવું સહેલું છે, કરવું અઘરું; અઘરું છે પણ અશક્ય નહીં. “ઝિંદા હૈ, તો પ્યાલા પૂરા ભર લે...પૂરા..” છેલ્લે પૂરો શ્વાસ તમે ક્યારે લીધેલો? એક દમ ઊંડો, ફેફસાંના છેલ્લા પોલાણમાં તાજી હવા ભરાય એવો પૂરો શ્વાસ, છેલ્લે તમે ક્યારે લીધેલો? છેલ્લે પેટ ભરીને ક્યારે જમ્યા હતાં? દિલ ખુશ થઇ જાય એવું હોં! આમ ભાવતું ભોજન. મરવાના ડરથી જમ્યા હોય એવું નહિ, જીવીએ છિએ એવા આનંદથી જમ્યા હોવ. કોઇ પણ ડિસ્ટર્બન્સ વગરના.. ના મોબાઇલ કે ના કોઇ બીજી બધી આડી અવળી વાતો, એવું ભોજન કયારે કરેલું? જઠરને, જઠરાગ્નિને ગમે એવું ક્યારે જમ્યા હતાં? છેલ્લે શરીરને સ્ટ્રેચમ-સ્ટ્રેચ ક્યારે કરેલી? આમ બધાં જ સ્નાયુઓને મોજ પડી જાય, શિથીલ થવાની, ખેંચાવાની, મજા પડે એવી કસરતો ક્યારે કરેલી? બીજા બધાં કરે છે એટલે નહીં, જાતને ગમે એવો વ્યાયામ ક્યારે કરેલો? જીવવું હોય, તો ખુદને મશીન બનવાથી બચાવો દોસ્ત. બાળકો સાથે રમો, વૃદ્ધો સાથે વાતો કરો, મા ના ખોળામાં માથું મુકો, પપ્પાને ચંપી કરી આપો, પ્રિયજનને ચૂમી લો, જેટલું ચૂમી શકાય એટલું, મન ભરીને ચૂમી લો દોસ્ત.. આજે એક વસ્તુનો નિશ્ચય કરો, જે પણ કરો એ પૂરા દિલથી કરજો, અધૂરા મનથી નહિ. નાનામાં નાની પ્રવૃત્તિ અધૂરા ધ્યાન સાથે નહિ, પૂરા મન સાથે. એક નવો દિવસ મળ્યો જ છે, તો જિંદગી મુબારક દોસ્ત! હું છું પોઝિટીવીટીનો સુપર સ્પ્રેડર ધ્વનિત, કીપ સ્માઇલિંગ :) . . #dhunoftheday #tamarodhvanittamarisathe #positivitynuinjection #positivetalks #RjDhvanit #dearzindagi #topicalpost #ahmedabad #MirchiGujarati

ખૂબ દુ:ખ છે, જાણું છું. હું પણ એટલો જ લાચાર છું જેટલા તમે. તોય કહી રહ્યો છું... એક જ જિંદગી મળી છે દોસ્ત, આજની ધુન ઓફ ધ ડે : ए ज़िंदगी गले लगा ले.. हमने भी तेरे हर एक ग़म को गले लगाया है, है ना ? . . #dhunoftheday #tamarodhvanittamarisathe #RJDhvanit

ધૂન ઓફ ધ ડે : બચપન બચાવો special.. . એવા કેટલા singers યાદ આવે જેમને આપણે બાળક તરીકે કોઈ ટીવી રિયાલિટી શોમાં ગાતાં જોયા હોય? આજની ‘ધૂન ઓફ ધ ડે’ માં એમના મજ્જાના ગીતો યાદ કરાવું, ચાલો... . . Shreya Ghoshal Sunidhi Chauhan Monali Thakur Antara Mitra Bhoomi Trivedi . . #dhunoftheday #bachpanbachaowithdhvanit #rjdhvanit #MirchiGujarati