એક ટિફિન ની આત્મકથા - રોજ હું એના ટેબલ પર પહોંચું છું. રોજ એ મને ખોલે છે. ડબ્બા માં એની પત્ની એ મુકેલી વાનગીઓ યંત્રવત જમે છે. એના મિત્રો કદી એકાદ બે વસ્તુઓ મારામાંથી ચાખે, વખાણે પણ ખરા. એ ફિક્કા સ્મિત સાથે એની પત્ની ના હાથ ની રસોઈ ના વખાણ એક કાન થી સાંભળે, ને બીજા કાન થી બહાર! ઘરે આવીને એ કદી ઈલાની રસોઈ ની પ્રશંસા ઈલા સુધી પહોંચાડે નહીં. ઈલા પૂછે કે, 'આજે જમવાનું ભાવ્યું?' તો ટાળી દેતો. બેસીકલી, એને ઈલા માં થી રસ ઉડી ગયેલો. સવારની બનેલી રોટલી માં થી જેમ બપોરે તાજગી ઉડી જાય એમ જ સ્તો! ઈલા બિચારી રોજ એના ફ્લેટ ની ઉપર ના માળે રહેતાં અનુભવી મિસિઝ દેશપાંડેની સલાહ લે કે, આંટી અમારા લગ્નજીવન ની સોડમ ફરી મઘમઘે એવી કોઈ રેસીપી બતાવો ને. મેં આંટી ને કદી જોયા નથી. ઉપલા મળે રહે છે. એમના હસબંડ વર્ષો થી કોમા માં છે. એકવાર કોમામાંથી જાગ્યા, આંખ ખોલી ને ઉપર ફરતો વર્ષો જુનો ઓરીએન્ટ નો પંખો જોયો અને આંખો એની ઉપર સ્થિર થઇ ગયી. બસ, ત્યાર થી અંકલ આખો દિવસ ફરતો પંખો જોયા કરે. રાત્રે આંખ બંદ કરી સૂઈ જાય. જાણે જીવન માં કંઈ છે જ નહીં! ઈલા નો હસબંડ પણ આ અંકલ ની જેમ જ આખો દિવસ મોબાઈલ ને જોયા જ કરે. જાણે જીવન માં બીજું કશું છે જ નહીં! જેની સાથે તમે વધારે સમય પસાર કરો એને તમે પ્રેમ કરવા લાગો. એ કદાચ હવે ઈલા કરતા વધારે એના કામ ને, એની સહકર્મી ને વધારે પસંદ કરતો થઇ ગયો છે. આ 'કદાચ'ની જ મોટી રામાયણ હોય છે જીવનમાં. કદાચ ડબ્બાવાલા એ એડ્રેસ સમજવા માં થાપ ખાધી ને મને પહોંચાડી દીધું કોઈ બીજા જ સરનામે! આજે ઈલા એ ઘણી ચીવટ થી આંટી એ શીખવેલી સબ્જી ભરી છે મારા એક ડબ્બા માં. હવે જ્યાં મને પહોંચાડવા માં આવ્યું છે, એ સરકારી ઓફીસ ના ક્લેઇમ્સ ડીપાર્ટમેન્ટ ના જથ્થાબંધ ફાઈલો નો ખડકલો છે એક ટેબલ પર. એ ફાઈલોમાં ડૂબેલો એક નિવૃત્તિ ના આરે પહોંચેલો વિષાદગ્રસ્ત ચહેરો છે મિ.સાજન ફર્નાન્ડીસ નો! નિસ્તેજ નજરે એ મને નિહાળે છે. લંચ ટાઈમે કેન્ટીન ના એક ટેબલ પર એકલા બેઠા બેઠા એ મને નીરસતા થી ખોલે છે. કોઈ એમને કંપની આપતું નથી. મિ.ફર્નાન્ડીસ ને લોકો બહુ ગમતા નહીં હોય એવું લાગે છે. એકલપટો જીવ! પણ આજે ઈલા ના હાથે બનેલું સ્વાદિષ્ટ ભોજન જમ્યા પછી ફર્નાન્ડીસ ના મન માં કંઈ જુદો જ તરવરાટ છે ! જાણે કરમાઈ રહેલા ફૂલ પર કોઈ એ ઠંડા જળ ના બે ત્રણ ટીપાં છાંટ્યા હોય એમ! સાંજે હું ઈલા ના હાથ માં પાછું ફરું છું. ઈલા ખુશ છે કે, એની નવી વાનગી નો જાદુ અસર કરી ગયો! પણ સાંજે હસબંડ ના શુષ્ક પ્રતિભાવો થી ઈલા સમજી જાય છે કે ટીફીન કોઈ બીજા સરનામે પહોંચ્યું લાગે છે. બીજા દિવસે ઈલા એક નાનકડી ચિઠ્ઠી લખીને ટીફીન માં રોટલી વાળા ડબ્બા માં મુકે છે. ફર્નાન્ડીસ એનો જવાબ આપે છે અને શરુ થાય છે એક સંવેદનશીલ પ્રત્યાયન નો સિલસિલો... Bioscope - ધ લંચબોક્સ એ ઓડીયન્સ માટે મન નો જમણવાર છે. એક એવી ફિલ્મ જેનું જમા પાસું છે - એનું બોલકું મૌન! ફિલ્મ નો ઉપલો માળ ભરેલો છે! એક જીવંત અવાજ! વાગલે કી દુનિયા યાદ છે? એમાં મીસીઝ વાગલે બનતા ભારતી આચરેકર નો માત્ર અવાજ છે આંટી ના પાત્ર માં. આંટી આખી ફિલ્મ માં સતત હાજર છે, પણ ક્યારેય દેખાતા નથી. ઈલા ની મૂંઝવણ, શંકા, વિષાદ, ઉત્સાહ, અભાવ, અગમચેતી, રાહ જોવી એવા દરેક સંવેદન ને પ્રમાણિકતા થી ઝીલાયા છે. ફર્નાન્ડીસ ના સ્વભાવ માં પરિવર્તન નો ગ્રાફ ઈરફાને ગજબ રીતે નિભાવ્યો છે. નવાઝુદ્દીન ની હાજરી ની પ્રત્યેક ક્ષણ સ્મિતકારક છે. નીમ્રત કૌર મને વર્ષો થી ગમે છે. ડેરી મિલ્ક ની એડ તો હમણાં હમણાં આવી. એ પહેલા એને કુમાર સાનુના મ્યુઝીક વિડીઓ માં અને એશિયન પેઈન્ટ્સ ની એડ માં કામ કરેલું. એ નહોતી ખબર કે આ છોકરી આટલી સરસ એક્ટ્રેસ છે! ફિલ્મ માં એકમાત્ર નબળી કડી છે લીલેટ દુબે નું પાત્ર અને એના સીન્સમાં તદ્દન અવાસ્તવિક સ્ક્રીનપ્લે. દરેક લેખક બે કલમ રાખે છે એક થી પોતાને માટે લખે બીજી થી પૈસા માટે! રીતેશ બત્રા એ પહેલી પેન પકડી અને લખ્યું, એ વાત, બીજા અનેક અવાર્ડ્સ જે ફિલ્મને મળશે, તેથીય વિશેષ મહત્વ ધરાવે છે. શાંતિ થી ચાવી ને જમો તો આ લંચબોક્સ ના દરેક કોળિયા માં અનેક સ્વાદ છે. આ લંચબોક્સ માં હું મૂકી રહ્યો છું ચાર આથેલાં મરચાં!

Best RJ in Gujarat, Radio Mirchi

Let's Connect

sm2p0