વાર્તા રે વાર્તા...... ચાલો, આજે પોલીટીકલ પંચતંત્ર ની વાર્તા કહું! ભારતવન નામનું એક જંગલ હતું. જંગલ નો રાજા સિંહ. નામ એનું મૂક મનમોહક સિંહ! બિચારો ત્રાડ પાડે તોય બકરી જેવો અવાજ નીકળે! એના મંત્રીમંડળ માં કાયદાપ્રધાન હતા - હંસકુમાર! હંસકુમાર ' દૂધ કા દૂધ ઔર પાની કા પાની ' તરત કરી નાખે! જંગલ ના ગુપ્તચર વિભાગ ના બંદર જાસૂસો એ હંસકુમાર પર આરોપ મુક્યો કે,"મહારાજ! આ કાયદામંત્રી અમારા તપાસ રીપોર્ટસ બદલાવી કાઢે છે. આને પદ્ભ્રસ્ટ કરો." મનમોહક સિંહ કહે," ઓકે! પહેલા હંસ ની પરીક્ષા થશે. હંસકુમાર, તમે ઈજ્જત થી ફાલુદો બનાવો. ફાલુદા માં થી દૂધ કા દૂધ ઔર પાની કા પાની કરી બતાવો." બરાબર એ જ વખતે જંગલ ના 'રેલમછેલ' મંત્રી - ટ્રાન્સ પોર્ટ મંત્રી ઊંટ કુમારે કહ્યું,"મહારાજ! આપણે ફજેતો બનાવીએ તો? આખા જંગલ ને જમવા બોલાવીએ. રસ પૂરી અને ફજેતો!" મહારાજ કહે, "ઓકે!" ઊંટ મામા ના ભાણીયા એ એમાં કટકી કરી! 90 લાખ કેરી ની કટકી! બધી કેરીઓ સડેલી નીકળી! મંત્રીઓ સડેલા નીકળ્યા! ઈજ્જત નો ફાલુદો અને સરકાર નો ફજેતો થઇ ગયો! જંગલવાસીઓ પેટ ભરી ને જમ્યા ને ભ્રષ્ટાચાર નો ઓડકાર ખાધો. સૌ એ ખાધું, પીધું ને રાજ કર્યું ! વાર્તા પૂરી.

Best RJ in Gujarat, Radio Mirchi

Let's Connect

sm2p0